X
X

Fact Check: અક્ષય કુમાર નથી ગયા બાગેશ્વર ધામ, વાયરલ તસવીર એડિટેડ અને ફેક

  • By: Jyoti
  • Published: Apr 5, 2023 at 12:43 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના બાગેશ્વર ધામ જવાને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં બે તસવીરોના એક કોલાજનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલવૂડ એક્ટર અક્ષય કુમાર બાગેશ્વર ધામ પહોંચ્યા છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. અક્ષય કુમારના નામ અને તસવીરનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. અક્ષય કુમારની તસવીરને એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘કુમારસુકેશરે’ 26 ફેબ્રુઆરીએ એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં અક્ષય કુમારની તસવીર છે અને તેમાં લખ્યું છે કે, “અક્ષય કુમાર બાગેશ્વર ધામ પહોંચ્યા.

અન્ય એક યૂઝરે ‘Khiladianshupandit’એ પણ આવી જ એક તસવીર શેર કરી છે અને લખ્યું છે, “જ્યારે અક્ષય કુમાર પહોંચ્યા હતા બાગેશ્વર ધામ.”

પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

અભિનેતા અક્ષય કુમારના નામથી વાયરલ થઈ રહેલા દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ ગૂગલ ઓપન સર્ચનો ઉપયોગ કર્યો. સંબંધિત કીવર્ડ્સ સાથે આ વિશે ગૂગલ પર સર્ચ કર્યું. અમને દાવા સંબંધિત કોઈપણ મીડિયા સંસ્થા પર પ્રકાશિત આવા કોઈ વિશ્વસનીય સમાચાર નથી મળ્યા.

અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી અને અક્ષય કુમારના સોશિયલ મીડિયા હેન્ડલમાં સર્ચ કર્યું. અમને અહીં પણ શેર કરેલી આવી કોઈ પોસ્ટ મળી નથી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા નઈદુનિયાના છતરપુર બ્યુરો ચીફ અબ્બાસ અહેમદનો સંપર્ક કર્યો. તેઓનું કહેવું છે કે, “આ દાવો ખોટો છે. અક્ષય કુમાર બાગેશ્વર ધામ આવ્યા નથી.”

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય અંગે પણ આવા ખોટા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝ દ્વારા કરવામાં આવી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરી અહીં વાંચી શકો છો.

https://www.vishvasnews.com/viral/fact-check-claim-of-aishwarya-rai-meeting-dhirendra-shastri-is-fake-viral-video-is-edited/

તપાસના અંતે અમે ફેક દાવો શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં સામે આવ્યું છે કે પાંચ લોકો ફેસબુક પર યુઝરને ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું છે કે અભિનેતા અક્ષય કુમારે બાગેશ્વર ધામની મુલાકાત લીધી હોવાનો વાયરલ દાવો ફેક છે. અક્ષય કુમારના નામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાયરલ પોસ્ટમાં અક્ષય કુમારની તસવીર એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે.

  • Claim Review : બોલિવુડ અભિનેતા અક્ષર કુમાર બાગેશ્વર ધામ પહોંચ્યા
  • Claimed By : kumarsukeshr
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later